નાતાલનો તાલ

નાતાલનો આ તાલમાં, જુઓ નજારો છે અહીં,
આનંદ ને ખુશાલીનો, કેવો ઝગારો છે અહીં !

અવસર અહીં મસ્તીભરી, માણો સહુ સાથે મળી,
રંગો અને આ રોશની ઝરતો ફુવારો છે અહીં.

જુઓ તમે જો ધ્યાનથી, સંદેશ છે ઈશુ તણો,
કે “સંપ હો ત્યાં જંપ”નો, મોંઘો ઇશારો છે અહીં.

ખુશી ખુશી ગાઓ તમે, આબાદ ને આઝાદ રહો,
શાંતિ જગાવી લો પછી, ન કો’ કિનારો છે અહીં.

વાંછુ સદા ખોબો ભરી, નવવર્ષના મુબારકો,
‘સર્વે ભવો નિરામયા”, દિલના પુકારો છે અહીં.

– દેવિકા ધ્રુવ

8 thoughts on “નાતાલનો તાલ

  1. Mital Thakkar , Vadodara

    Very nice
    જુઓ તમે જો ધ્યાનથી, સંદેશ છે ઈશુ તણો,
    કે “સંપ હો ત્યાં જંપ”નો, મોંઘો ઇશારો છે અહીં.

    Reply
  2. અશોક જાની 'આનંદ'

    અવસર અહીં મસ્તીભરી, માણો સહુ સાથે મળી,
    રંગો અને આ રોશની ઝરતો ફુવારો છે અહીં… વાહ

    મજાની સમયોચિત રચના…. ગમી

    Reply
  3. Rakesh Thakkar, Vapi

    સૌને નાતાલની શુભકામના !
    વાંછુ સદા ખોબો ભરી, નવવર્ષના મુબારકો,
    ‘સર્વે ભવો નિરામયા”, દિલના પુકારો છે અહીં.

    Reply
  4. Dhruti Modi.

    MERRY CHRISTMAS.

    પ્રસંગને અનુરૂપ સરસ રચના.

    ખુશી ખુશી ગાઓ તમે, આબાદ ને આઝાદ રહો,
    શાંતિ જગાવી લો પછી, ન કો’ કિનારો છે અહીં.

    સરસ સંદેશ.

    Reply
  5. Pravin Shah

    નાતાલનો નજારો છે અહીં… very nice devikaben….
    enjoyed your feelings in natal…,

    Reply

Leave a comment