તર્ક આપ્યો

અમે શબ્દ આપ્યો, તમે અર્થ આપ્યો,
હકીકત અમે ને તમે તર્ક આપ્યો.

ન ફૂલો, ન ગજરો, ન તાળી ન ટહુકો,
હથેળીમાં એણે ફકત બર્ફ આપ્યો.

સમયમાં વહીનેય પહોંચ્યો હશે ક્યાં,
દિશાએ દિશાએ ગજબ ફર્ક આપ્યો.

ન બેઠું ઘડીકે પતંગિયુંયે આવી,
તમે બાગમાં બાંકડો વ્યર્થ આપ્યો.

વહેલી પરોઢે થયો એક ટહુકો,
થયું, કોઈએ સૂર્યને અર્ઘ્ય આપ્યો.

– દિનકર ‘પથિક’

Advertisements

7 thoughts on “તર્ક આપ્યો

 1. Nice Gazal
  ન બેઠું ઘડીકે પતંગિયુંયે આવી,
  તમે બાગમાં બાંકડો વ્યર્થ આપ્યો.

 2. સરસ ગઝલનો સુંદર નાજુક શેર:

  ન બેઠું ઘડીકે પતંગિયુંયે આવી,
  તમે બાગમાં બાંકડો વ્યર્થ આપ્યો.

 3. ન ફૂલો, ન ગજરો, ન તાળી ન ટહુકો,
  હથેળીમાં એણે ફકત બર્ફ આપ્યો…. વાહ ક્યા બ્બાત !!

  આપણા ઉષ્માભર્યા વ્યવહાર સામે કોઈના સાવ ઠંડા પ્રતિસાદને સુપેરે વ્યક્ત કરાયો છે..

  સાંગોપાંગ સુંદર ગઝલ… !!

 4. ન બેઠું ઘડીકે પતંગિયુંયે આવી,
  તમે બાગમાં બાંકડો વ્યર્થ આપ્યો.

  કોમળ ભાવથી શોભતો શેર.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s