ઓશિકું

સ્વપ્નનું સાક્ષી છે મારું ઓશિકું;
એટલે છે સૌથી પ્યારું ઓશિકું.

મા ભલે માને કે એ તો ખોળો છે;
હું સુવું તો એને ધારું ઓશિકું.

મેં વહાવ્યા છે અમૂલા મોતીઓ;
ને મળ્યું છે ખારું ખારું ઓશિકું.

હું સવારે થઈ ગયો અળગો પછી-
જોઈ રહ્યું’તું એકધારું ઓશિકું.

મીઠી મીઠી નીંદ આપે છે મને;
ખારા આંસુને પીનારું ઓશિકું.

– રવિ દવે ‘પ્રત્યક્ષ’

Advertisements

9 thoughts on “ઓશિકું

  1. હું સવારે થઈ ગયો અળગો પછી-
    જોઈ રહ્યું’તું એકધારું ઓશિકું…. સુંદર

    સજીવારોપણમાં આખી ગઝલ સરસ થઈ છે..

  2. લાગણીસભર ગઝલ.
    મા ભલે માને કે એ તો ખોળો છે;
    હું સુવું તો એને ધારું ઓશિકું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s