છોડી દે

પકડ થડ, ને તૂટેલી ડાળ છોડી દે,
જમાનાની બધી જંજાળ છોડી દે.

હવે ક્યાં સંપ છે એ વારતા જેવો,
ઊડી જા ઓ કબૂતર જળ છોડી દે.

ચઢાણોમાં કસોટી થાય છે મોટી,
ઢળે નીચે તરફ એ ઢાળ છોડી દે.

તમારા હોઠ છે પર્યાય ફૂલોના,
નહીં બોલી શકે તું ગાળ, છોડી દે.

જીવનનો ભાર હળવો થઈ જશે ‘સાગર’
ખભા પર બેઠેલો વૈતાળ છોડી દે.

– રાકેશ સગર ‘સાગર’

Advertisements

13 thoughts on “છોડી દે

  1. Very nice Gazal
    Congratulations.
    તમારા હોઠ છે પર્યાય ફૂલોના,
    નહીં બોલી શકે તું ગાળ, છોડી દે.

  2. પકડ થડ, ને તૂટેલી ડાળ છોડી દે,
    જમાનાની બધી જંજાળ છોડી દે….. very nice matla.. enjoyed your gazal…

  3. વાહ મજાની ગઝલનો કાબિલ-એ-દાદ મત્લા

  4. આખી ગઝલ સુંદર થઈ છે,

    મકતા વિશેષ પસંદ આવ્યો…

  5. ગઝલ ખૂબ જ ગમી.

    તમારા હોઠ છે પર્યાય ફૂલોના,
    નહી બોલી શકે તું ગાળ, છોડી દે.

    વેતાળની મીથવાળો મક્તા સુંદર છે.

  6. સરસ ગઝલ બની છે – અભિનંદન, કવિ રાકેશ સગર ‘સાગર’
    @શ્રી અશોકભાઇ,આ ગઝલના બીજા શેરનાં, કાફિયામાં
    જળ ને બદલે જાળ – ટાઇપિંગ ઍરર સુધારી લેશો પ્લિઝ !

  7. માયાની આ દુનિયામાં ‘ત્યજવાની ‘ વાત અઘરી હોય છે ! છતાં એ વિધ્યર્થ માં કહેવાયેલી ગઝલ તો ગમી ।

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s