આશા હતી

કંઇક રાહતની મને આશા હતી.
થોડી- કિસ્મતની મને- આશા હતી.

કોઈ સાથી, કોઈ સંગી પણ નથી,
તારી સોબતની મને આશા હતી.

પ્રેમ અંતે સાંપડ્યો હર કોઈનો,
તારી ચાહતની મને આશા હતી.

હાથ મસ્તક પર મૂકી તું દઈ શકે,
એ જ દોલતની મને આશા હતી.

કોઈ તારાથી સવાયો કવિ નથી,
તારી સંગતની મને આશા હતી.

– પ્રવીણ શાહ

Advertisements

11 thoughts on “આશા હતી

 1. વાહ ! મજાની ગઝલ!
  સરળ અને ઉંડા અર્થવાળી ગઝલ!
  હાથ મસ્તક પર મૂકી તું દઈ શકે,
  એ જ દોલતની મને આશા હતી.

 2. હાથ મસ્તક પર મૂકી તું દઈ શકે,
  એ જ દોલતની મને આશા હતી.

  પ્રવીણભાઈ સરસ શેર બન્યો છે…અભિનંદન.

 3. સરળ બાનીમાં ગહન વાત…

  આખી ગઝલ સરસ થઈ છે

 4. Very nice
  હાથ મસ્તક પર મૂકી તું દઈ શકે,
  એ જ દોલતની મને આશા હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s