પારખું છું હું

સ્મિતની લહર પારખું છું હું,
જાતને જરીક જાળવું છું હું.

લાભ-શુભ તણી લીલી વાતનું,
રોજ નવ્ય ભળભાંખળું છું હું.

એક નિર્ઝરતી એવી વાવ છુ,
બુંદ બુંદ શિવ કાલવું છું હું.

તાજ્જુબીની શણગારું વારતા,
ચિત્તથી અજબ આળખું છું હું.

નામ મારું ટહુકાતું જાય છે,
બહારનું બ્યૂગલી માળખું છું હું.

– ડોં. કિશોર મોદી

Advertisements

7 thoughts on “પારખું છું હું

  1. Nice
    લાભ-શુભ તણી લીલી વાતનું,
    રોજ નવ્ય ભળભાંખળું છું હું.

  2. એક નિર્ઝરતી એવી વાવ છુ,
    બુંદ બુંદ શિવ કાલવું છું હું…. વાહ મજાનું..!!

    મસ્ત ગઝલ… !!

  3. લાભ-શુભ તણી વાતનું,
    રોજ નવ્ય ભળભાંખળું છું હું.

    કિશોરભાઈનો ૨૦૧૬માં પ્રગટ થયેલા ગઝલ સંગ્રહની શીર્ષક ગઝલ. આ સંગ્રહની ગઝલ વૃત છંદમાં લખાયેલી છે.આ ગઝલ અક્ષરમેળ છંદ રથોધ્ધતામાં લખાયેલી છે.સુંદર રચના.

  4. આભાર મિત્રો પ્રસ્તુત ગઝલ વૃત્ત ગઝલ છે ને રથોધ્ધતામાં કહેવાયેલી છે એ ૧૧ અક્ષરી અક્ષરમેળ છંદનું છંદોવિધાન નીચે પ્રમાણે છે
    ગાલગા લલલગા લગાલગા આ અક્ષરમેળ છંદ કવિ કાલિદાસે વાપર્યો છે તે પછી મધ્યકાલિન યુગમાં કવિ કાન્તે સુપેરે ઉપયોગ કર્યો છે । અત્યારે કવિશ્રી બિપિનભાઈ મેશિયાએ વાપર્યો છે અસ્તુ

    ટન

  5. Wah
    નામ મારું ટહુકાતું જાય છે,
    બહારનું બ્યૂગલી માળખું છું હું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s