ચોપાસ છે !

સાવ અંગત છે અને એ ખાસ છે!
છમ્મ લીલો છદ્મવેશી શ્વાસ છે !

રોજ મારે એ ટકોરાં બારણે,
રોજ મીઠી મૂંઝવણોનો ત્રાસ છે !

છાસવારે છેતરે છે સ્વપ્નમાં,
આંખડીને ના ખબર આભાસ છે !

કોણ ટહુકી જાય છે આ કાનમાં,
કેમ સૂરીલો હજુ વિશ્વાસ છે !

આંગળીને પૂછ મા કંઇ ભાઈ તું,
સપ્તરંગી સ્પર્શ વાળું ઘાસ છે !

મુક્ત થાવું એમ કંઇ સહેલું નથી,
આ પવનની લ્હેરખીનો પાશ છે !

તું નિહાળી નહીં શકે આ દ્રશ્યને,
છે અગોચર, તે છતાં ચોપાસ છે !

– વસંત રાવલ ‘ગિરનારી’

Advertisements

9 thoughts on “ચોપાસ છે !

 1. સુંદર રચના !
  કોણ ટહુકી જાય છે આ કાનમાં,
  કેમ સૂરીલો હજુ વિશ્વાસ છે !

 2. વાહ સુંદર ગઝલ

  મીઠી મુંઝવણો કા જવાબ નહીં

 3. Nice Gazal
  kya baat !
  તું નિહાળી નહીં શકે આ દ્રશ્યને,
  છે અગોચર, તે છતાં ચોપાસ છે !

 4. મુક્ત થાવું એમ કંઇ સહેલું નથી,
  આ પવનની લ્હેરખીનો પાશ છે !… વાહ….!!

  મજાની ગઝલ..

 5. Nice Gazal
  મુક્ત થાવું એમ કંઇ સહેલું નથી,
  આ પવનની લ્હેરખીનો પાશ છે !

 6. મુક્ત થાવું એમ કંઈ સહેલું નથી,
  આ પવનની લ્હેરખીનો પાશ છે.

  સુંદર રચના.

 7. સરસ મનનીય ગઝલ !
  માંહી પડ્યા તે મહાા સુખ માણે !આ ગઝલમાં એકતાર થવું પડે દોસ્તો તો જ શિવને પમાય !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s