તો પણ ઘણું

મીણ થઇને પીગળું, તો પણ ઘણું,
ને પછી હું ઝળહળું, તો પણ ઘણું.

આંખથી જે સ્મિત કરતા હોય છે,
વાત એની જો કળું, તો પણ ઘણું.

સત્યનો રસ્તો પડે અઘરો છતાં,
એ તરફ થોડું વળું, તો પણ ઘણું.

સ્વપ્ન વેચી સાચવું છું ઘરને હું,
એ રીતે ઇજ્જત રળું, તો પણ ઘણું.

રોશની મારી ઘટી રહી છે સતત,
હું સમયસર જો ઢળું, તો પણ ઘણું.

જિંદગી વીતી ગઈ દુ:ખમાં ‘પથિક’,
અંતમાં સુખને મળું, તો પણ ઘણું.

– જૈમિન ઠક્કર ‘પથિક’

Advertisements

12 thoughts on “તો પણ ઘણું

 1. nice
  રોશની મારી ઘટી રહી છે સતત,
  હું સમયસર જો ઢળું, તો પણ ઘણું.

 2. અંતમાં સુખને મળું, .. it is enough.. you are right, Pathik…
  Radif is doing well in every sher… congrats…

 3. Nice Radif. Kya Baat kahi ! Bahot khoob!
  સત્યનો રસ્તો પડે અઘરો છતાં,
  એ તરફ થોડું વળું, તો પણ ઘણું.

 4. મીણ થઇને પીગળું, તો પણ ઘણું,
  ને પછી હું ઝળહળું, તો પણ ઘણું.
  uttam

 5. very nice
  જિંદગી વીતી ગઈ દુ:ખમાં ‘પથિક’,
  અંતમાં સુખને મળું, તો પણ ઘણું.

 6. વાહ! નખશિખ સુંદર રચના. દરેક ચરણ વિશિષ્ટ.
  સરયૂ પરીખ

 7. સરસ!
  રોશની મારી ઘટી રહી છે સતત,
  હું સમયસર જો ઢળું, તો પણ ઘણું.

 8. સરસ રચના, બધા શેર ગમ્યા.

  સ્વપ્ન વેચી સાચવું છું ઘરને હું,
  એ રીતે ઇજ્જત રળું, તો પણ ઘણું.

  વાહ, ખૂબ સરસ.

 9. -તો પણ ઘણું રદીફ પાસેથી ટૂંકી બહેરમાં ઘણું માંગતી સાલસ ગઝલ ગમી

 10. રોશની મારી ઘટી રહી છે સતત,
  હું સમયસર જો ઢળું, તો પણ ઘણું.

  વાહ, સરસ સરળ આંતરવ્યથા.

 11. પ્રોત્સાહન આપવા બદલ સ્નેહીજનો તેમજ ગુરૂજનોનો સહૃદય આભાર

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s