પતંગ લાવી

પતંગ લાવી પતંગ લાવી, સ્કૂલેથી હું પતંગ લાવી,
લાલ પીળી પતંગ લાવી, નાની નાની પતંગ લાવી.

દોરી બાંધી ભાઈ ચગાવે, પપ્પા પાકો પેચ લડાવે,
એ…કાપી એ…કાપી, ભૈયા જુઓ પતંગ આવી,
પતંગ લાવી પતંગ લાવી, સ્કૂલેથી હું પતંગ લાવી….

પતંગ મારી સરસર જાય, હવામાં ઉડતી ફરફર જાય,
હસતી રમતી ચાલી એ તો સૌને બે પળ મોજ કરાવી,
પતંગ લાવી પતંગ લાવી સ્કૂલેથી હું પતંગ લાવી…..

મમ્મી બનાવે મીઠી ચીકી કાજુ ચીકી બદામ ચીકી,
ચાખી સૌએ માંગી માંગી બહુ મારા મેડમને ભાવી,
પતંગ લાવી પતંગ લાવી સ્કૂલેથી હું પતંગ લાવી…..

– પ્રવીણ શાહ

7 thoughts on “પતંગ લાવી

  1. ઉત્તરાયણ પર્વએ સરસ મ
    જાનું બાળગીત. સૌને ઉત્તરાયણનું બાળપણ યાદ આવી ગયું!
    નિર્દોષ બાળગીત !
    પતંગ મારી સરસર જાય, હવામાં ઉડતી ફરફર જાય,

  2. વાહ…પ્રવીણભાઈ. બાળભાષામાં સરસ ઊર્મિનો પ્રભાવ રજુ થયો.

  3. મજાનું બાળકોને ગમી જાય એવું બાળગીત..!!

  4. સરસ રચના
    લાલ પીળી પતંગ લાવી, નાની નાની પતંગ લાવી.

  5. પ્રસંગને અનુરૂપ સરસ રચના. ખાસ તો બાળ મનની અનુભૂતિને સરલ શબ્દોમાં પતંગમય બનાવી દીધી છે. પતંગ લાવી, પતંગ લાવી આ શબ્દોમાં ઉલ્લાસ દેખાય છે. પુનરાવર્તનને કારણે એક સચોટ ભાવ ઊભો થયો છે. અભિનંદન પ્રવીણભાઈ.

  6. વાહ ઉત્તરાયણ પર્વ અનુરૂપ મજાનું બાળગીત

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s