લાગે છે !

આજ નિર્ધન દબંગ લાગે છે !
સાવ સજ્જન સુરંગ લાગે છે!

મીઠડી વાતનો વલારો થાય,
જણ ફરેબી સળંગ લાગે છે !

રોજ જુદી જુદી ક્હાની હોય,
કાંકરીની જલે છલંગ લાગે છે !

નકલી મલકાટમાં છે બહુ ઉસ્તાદ,
વાહ ! તુક્કલ પતંગ લાગે છે !

વાઘનો છે સીનો ને વૃષસ્કંધી,
રામને કાં મતંગ* લાગે છે !

ગોખલો મેશ ચોપડી ઊભો ,
મુખસ્તુતિ કહે : અનંગ લાગે છે !!!

– કિશોર મોદી

* મતંગ = હાથી

Advertisements

5 thoughts on “લાગે છે !

 1. Nice
  નકલી મલકાટમાં છે બહુ ઉસ્તાદ,
  વાહ ! તુક્કલ પતંગ લાગે છે !

 2. મીઠડી વાતનો વલારો થાય,
  જણ ફરેબી સળંગ લાગે છે !.. વાહ

  આખી ગઝલ સરસ થઈ છે..

 3. વાઘનો છે સીનો ને વૃષસ્કંધી ,
  રામને કાં મતંગ લાગે છે !

  વ્યંગ્યોક્તિ માં સરસ ગઝલ. સંસ્કૃત શબ્દોનો પ્રયોગ ઉચિત અને સરસ છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s