ચાલ્યા કર્યું

એમ મેં એ જણ તરફ ચાલ્યા કર્યું,
ને છલકતી ક્ષણ તરફ ચાલ્યા કર્યું.

બિંબ સાચું ભૂંસવાની લ્હાયમાં,
અંધ એ દર્પણ તરફ ચાલ્યા કર્યું.

સત્ય સમજાઈ ગયું તે બાદ પણ ,
એમના આંગણ તરફ ચાલ્યા કર્યું. !

ચાહવાની ક્ષણ લઈ ઊભા હતા ,
ને તમે કારણ તરફ ચાલ્યા કર્યું.

જિંદગીભર બંધ રાખી આંખને,
મેં સતત ભવરણ તરફ ચાલ્યા કર્યું.

– પીયૂષ પરમાર

Advertisements

6 thoughts on “ચાલ્યા કર્યું

 1. સરસ ગઝલ!
  ચાહવાની ક્ષણ લઈ ઊભા હતા ,
  ને તમે કારણ તરફ ચાલ્યા કર્યું.

 2. ચાહવાની ક્ષણ લઈ ઊભા હતા ,
  ને તમે કારણ તરફ ચાલ્યા કર્યું.

  સરસ

 3. Nice
  સત્ય સમજાઈ ગયું તે બાદ પણ ,
  એમના આંગણ તરફ ચાલ્યા કર્યું. !

 4. મત્લાથી મક્તા સુધી મજાની ગઝલ… !!

  દરેક શે’ર મનનીય થયા છે..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s