ખુલે

પાંપણો ઉચકાયને પડદા ખુલે ,
ચોતરફથી દિલના દરવાજા ખુલે .

હોઠપર તાળા સમજદારીના છે ,
મારી આંખે મૌનના પડઘા ખુલે .

હોય જો પાક્કો ઈરાદોતો પછી ,
આંખ સામે ચોતરફ રસ્તા ખુલે .

દિલથી ખખડાવે કોઇ સાકળ કદી ,
તો પછી પ્હેરો ઉઠે ઝાંપા ખુલે .

શત્રુની ઈમાનદારી જોઇને ,
મિત્ર આવે યાદ જૂના ઘા ખુલે .

જિંદગીના અશ્રુભીના સ્મિત પર ,
હર્ષની મુઠ્ઠી માંથી ઈર્ષા ખુલે .

આમ દિ’ભર બિનિતાના આવે કશું ,
સાંજ પડતા યાદના તડકા ખુલે .

– બિની પુરોહિત

Advertisements

7 thoughts on “ખુલે

 1. Kya Baat
  શત્રુની ઈમાનદારી જોઇને ,
  મિત્ર આવે યાદ જૂના ઘા ખુલે .

 2. દરેક શે’ર દમદાર થયા છે,

  ટૂંકી બહરમાં મજાનું કામ … સુંદર ગઝલ

 3. શત્રુની ઈમાનદારી જોઇને ,
  મિત્ર આવે યાદ જૂના ઘા ખુલે .
  સરસ રચના.
  સરયૂ પરીખ

 4. શત્રુની ઈમાનદારી જોઈને,
  મિત્ર આવે યાદ જૂના ઘા ખુલે .

  ટૂંકી બહરમાં સચોટ વાત. દરેક શેર કાબિલેદાદ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s