બોલે છે

એ સીધું ને સપાટ બોલે છે;
જિંદગી સડસડાટ બોલે છે.

“પાછું મારે તો ઝાડ થાવું છે”;
ઘર મહીંનું કબાટ બોલે છે.

સુખ વિશે ના કહી શકે એ ગરીબ;
દુઃખ વિશે કડકડાટ બોલે છે !!

જે પડી રહે છે, કામ આવે ના;
ઘરની જુની એ ખાટ બોલે છે !!

બોલે છે પૈસો જો તવંગરનો;
શ્રમજીવીનું લલાટ બોલે છે!!

– રવિ દવે ‘પ્રત્યક્ષ’

Advertisements

7 thoughts on “બોલે છે

 1. નખશિખ સુંદર
  સુખ વિશે ના કહી શકે એ ગરીબ;
  દુઃખ વિશે કડકડાટ બોલે છે !!

 2. વાહ ટૂંકી બહરમાં નખશિખ મજાની ગઝલ

 3. “પાછું મારે તો ઝાડ થાવું છે”;
  ઘર મહીંનું કબાટ બોલે છે.

  સારો શેર છે.

 4. “પાછું મારે તો ઝાડ થાવું છે”;
  ઘર મહીંનું કબાટ બોલે છે…. વાહ, કવિ… !!

  આખી ગઝલ સુંદર થઈ છે.. !!

 5. સુંદર રચના.

  ” પાછું મારે તો ઝાડ ખાવું છે “,
  ઘર મહીનું કબાટ બોલે છે ..

  દરેકને પોતાનું જે મૂળ (Root) છે તેના તરફ આકર્ષણ રહે જ છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s