ખળખળે ના

વલણ હોય જુઠ્ઠું તો વાણી ફળે ના,
ઝરણ ચિત્રના કોઈ દિ’ ખળખળે ના.

અહીં ચોતરફ માત્ર પાણી જ પાણી,
અને કોઈનામાંય પાણી મળે ના.

સદા ટાઢ તડકે અહીં ઊછર્યો જે,
સદા ઝળહળે સૂર્ય એનો ઢળે ના.

રહ્યું સામ્ય આ તીર ને શબ્દમાં પણ,
અગર નીકળી જાય પાછા વળે ના.

હવે જિંદગીમાં ન તું શોધ ખળખળ,
નદી ખૂબ ઊંડી થતાં ઊછળે ના.

– હર્ષ બ્રહ્મભટ્ટ

Advertisements

8 thoughts on “ખળખળે ના

  1. નખશિખ સુંદર ગઝલ. દરેક શેર દમદાર અને ખળભળાવી દે એવો.
    અહીં ચોતરફ માત્ર પાણી જ પાણી,
    અને કોઈનામાંય પાણી મળે ના.

  2. સાંગોપાંગ સુંદર ગઝલ… !!

    એક એક શે’ર મનનીય થયા છે.. !!

  3. સાચી વાત
    વલણ હોય જુઠ્ઠું તો વાણી ફળે ના,
    ઝરણ ચિત્રના કોઈ દિ’ ખળખળે ના

  4. અહીં ચોતરફ માત્ર પાણી જ પાણી,
    અને કોઈનામાંય પાણી મળે ના.

    અર્થપૂર્ણ ગઝલ.

  5. વાહ આફરીન ગઝલના દરેક શૅર કાબિલ-એ-દાદ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s