આનંદ આઠે પ્હોર છે

જેમણે વાવ્યા કદી ના થોર છે, એમને આનંદ આઠે પ્હોર છે,
એક નીંદરમાં જ થાતી ભોર છે, એમને આનંદ આઠે પ્હોર છે.

પારકાનાં સુખને જોયા પછી, જેમની નજરો સદા નરવી રહી,
ના કદી મનમાં પ્રવેશ્યો ચોર છે, એમને આનંદ આઠે પ્હોર છે.

આતમા ના કોઈનો દુભાવ્યો કદી, વ્હાલનો ગુલાલ વહેંચ્યો છે સદા,
આંગળીમાં એકપણ ના ન્હોર છે, એમને આનંદ આઠે પ્હોર છે.

ભૂતને ભુલ્યો, ના ચિંતા કાલની, આજની ક્ષણને જીવે છે મૌજથી,
જિંદગીનો આ ફકીરી તોર છે, એમને આનંદ આઠે પ્હોર છે.

દુઃખનાં અંધારઘરમાં સુખનાં, એક ચાંદરણામાં ઈશકૃપા જુએ,
ના થઇ શ્રદ્ધા કદી કમજોર છે, એમને આનંદ આઠે પ્હોર છે.

હાથને છે ટેવ પાડી જેમણે, અન્યનાં આંસુ લૂછીને મ્હેંકવું,
આંગળીઓ જેમની ગુલમ્હોર છે, એમને આનંદ આઠે પ્હોર છે.

– કિશોર બારોટ

Advertisements

5 thoughts on “આનંદ આઠે પ્હોર છે

 1. Very very nice gazal
  આનંદ જ આનંદ!
  જેમને વાવ્યા કદી ના થોર છે, એમને આનંદ આઠે પ્હોર છે,
  એક નીંદરમાં જ થાતી ભોર છે, એમને આનંદ આઠે પ્હોર છે.

 2. એક એક શે’ર આનંદમાં વધારો કરે છે… !!

  સાર્થક ગઝલ.. મને તો ખૂબ ગમી..

 3. વાહ મજાની રદ્દીફમાં દરેક શૅર આનંદ આપે તેવા.

  કાબિલ-એ-દાદ ગઝલ

 4. સરસ રચના, મનની શુદ્ધિ કરે એવી ગઝલ. દરેક શેર પ્રમાણે જો આચરણ થાય તો ચોવીસ કલાક હળવા ફૂલ થઈને જીવાય.

 5. ખરેખર અદ્ભૂત.
  ઘણી સરસ ગેયતા.
  અનુભૂતિની કમાલ છે.
  નસીબદારોને જ એક ક્ષણમાં પડખા ઘસ્યા વગર માતાના ખોળામાં જે નિરાંત અનુભવાય એ નીંદર પ્રાપ્ત થાય છે. વળી સાચા સંન્યાસની અદ્ભૂત વાત આ એક શેઅરમાં સચોટ રીતે રજૂ થાય છે.
  ભૂતને ભુલ્યો, ના ચિંતા કાલની, આજની ક્ષણને જીવે છે મૌજથી,
  જિંદગીનો આ ફકીરી તોર છે, એમને આનંદ આઠે પ્હોર છે.

  કવિને રુબરું મળો તો તમને એમની આંખોમાં આ જ ફકીરીનો કેફ જણાય.
  શ્રદ્ધાની ચરમ સીમાને દર્શાવતો આ એક સરળ શેઅર કાબિલ-એ-દાદ છે.

  દુઃખનાં અંધારઘરમાં સુખનાં, એક ચાંદરણામાં ઈશકૃપા જુએ,
  ના થઇ શ્રદ્ધા કદી કમજોર છે, એમને આનંદ આઠે પ્હોર છે.

  “આંગળીઓ જેમની ગુલમહોર ….”
  વાહ કવિ!
  વંદન આપને !
  સાંગોપાંગ સરળ શબ્દો દ્વારા ગહન અર્થની રજૂઆત .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s