દોડ્યા નથી

જિંદગીમાં કેટલાક અવસર હજી આવ્યા નથી,
ત્યાં સુધી પહોંચાય એવું આપણે દોડ્યા નથી.

એમ ના સમજો તમે કે એ હજી જાગ્યા નથી,
એક–બે વળગણને લીધે એ હજી ઊઠ્યા નથી.

એના ઉત્તરનું હવે ભારણ વધે છે રોજનું,
એક–બે પ્રશ્નો હતા, જે તેં કદી પૂછયા નથી.

કેટલાં ઊભા થયા ને કેટલાં ઊઠી ગયાં,
એ હિસાબો ડાયરીમાં આપણે રાખ્યા નથી.

પ્રશ્ન મારી સામે હો તો એનો ઉત્તર હું જ દઉં.,
મેં જવાબો આપવા માણસ કદી રાખ્યા નથી.

– કિરણસિંહ ચૌહાણ

Advertisements

7 thoughts on “દોડ્યા નથી

  1. Wah
    એમ ના સમજો તમે કે એ હજી જાગ્યા નથી,
    એક–બે વળગણને લીધે એ હજી ઊઠ્યા નથી.

  2. એના ઉત્તરનું હવે ભારણ વધે છે રોજનું,
    એક–બે પ્રશ્નો હતા, જે તેં કદી પૂછયા નથી… વાહ કવિ.. !!

    આખી ગઝલ સુંદર થઈ છે

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s