સમાણા છે

ગમી ગયા છે જે ચહેરા છબી સમાણા છે ;
રહે છે આંખ લગોલગ છતાં અજાણા છે.

હજાર ખોટ હવે લાગે સૌને મારામાં ;
નિયમ જગતનો સફળ જે થયા એ શાણા છે.

કદાચ પળમાં એ ફુગ્ગાની જેમ ફૂટે પણ ;
પરાઈ ફૂંકે જે હદથી વધુ ફુલાણા છે.

નિરાંત પામવા તૂફાનથી સુલેહ કીધી;
ધ્યાન ના રહ્યું શઢમાં અસંખ્ય કાણાં છે.

મુહુર્ત, તિથિ ,ઘડી મારે મન નકામા સૌ;
મને તો ડગલે ને પગલે ફકત કટાણા છે.

રડ્યા ખડ્યા હતાં શમણાં જે આંખમાં થોડા ;
ઉજાગરાથી એ ત્રાસી ગયા, વિલાણા છે.

તબીબ કે’ છે બીજો રસ્તો આપવો પડશે;
રગોમાં દુઃખ જે પિગળ્યા નહીં ફસાણા છે.

ગઝલ વિશે હવે “નાશાદ” એવું કંઈઈ કહેશે ;
જે શબ્દ હોઠે હતા કાગળે લખાણા છે.

– ગુલામ અબ્બાસ ‘નાશાદ’

Advertisements

7 thoughts on “સમાણા છે

 1. Kya Baat!
  કદાચ પળમાં એ ફુગ્ગાની જેમ ફૂટે પણ ;
  પરાઈ ફૂંકે જે હદથી વધુ ફુલાણા છે.

 2. વાહ મજાની આખી ગઝલ. મને સ્પર્શી ગયેલ શૅર

  કદાચ પળમાં એ ફુગ્ગાની જેમ ફૂટે પણ ;
  પરાઈ ફૂંકે જે હદથી વધુ ફુલાણા છે.

 3. નિરાંત પામવા તૂફાનથી સુલેહ કીધી;
  ધ્યાન ના રહ્યું શઢમાં અસંખ્ય કાણાં છે… વાહ ખૂબ સુંદર

  મજેદાર ગઝલ

 4. Nice Gazal
  હજાર ખોટ હવે લાગે સૌને મારામાં ;
  નિયમ જગતનો સફળ જે થયા એ શાણા છે.

 5. નિરાંત પામવા તૂફાનથી સુલેહ કીધી;
  ધ્યાન ના રહ્યું શઢમાં અસંખ્ય કાણાં છે

  વાહ, સરસ,માણસ જરા બેધ્યાન થાય કે તેનો દરજ્જો ઓછો થાય તો તેની કિંમત ઓછી થઈ જાય આ જ દુનિયાનો વ્યવહાર છે. એટલે જ ગઝલકાર કહે છેકે સફળ માનવી શાણા અને તેને આપણા મા હજારો ખોટ દેખાય છે, દુનિયાની રીત જ ન્યારી છે.

 6. ગઝલ વિશે હવે “નાશાદ” એવું કંઈઈ કહેશે ;
  જે શબ્દ હોઠે હતા કાગળે લખાણા છે.

  ગઝલનો સાર નાશાદ સાહેબે વર્ણવી દિશો મક્તામાં

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s