જોઉં છું

સાચવેલી મોતીની માળા વિખરતા જોઉં છું,
મારી મા ને જ્યારે એક ખૂણામાં રડતા જોઉં છું.

શહેરમાં પાણી નથી અફવા ઉડી છે ત્યારથી,
રોજ પાણિયારે હું આસુંઓને ભરતા જોઉં છું.

એ વખત આધાર નિરાધાર લાગે છે મને,
લાકડી સાથે ય જ્યાં વૃદ્ધોને પડતા જોઉં છું.

અહી બધાં ચુગલી કરે એક આંખને આવી રીતે,
દ્રશ્ય તારું બીજી આંખો સાથે ફરતા જોઉં છું.

સાવ નાજુક સ્પર્શ રાખી હું અડ્યો છું જ્યારથી,
ત્યારથી યૌવન ‘મધુર’ તારું નિખરતા જોઉં છું.

– બ્રિજેશ પંચાલ ‘મધુર’

8 thoughts on “જોઉં છું

 1. khub saras. sachveli moti ni mala vikhrata jou chhu ,mari mane jyare khuna ma radti jou chhu,ane adhar niradhar lage chhe,jyare lakdi sathey vrudhone padta jaou chhu.,paniyare ansu ne bharta jaou chhu,saras.

 2. એ વખત આધાર નિરાધાર લાગે છે મને,
  લાકડી સાથે ય જ્યાં વૃદ્ધોને પડતા જોઉં છું…. વાહ ,…. વાહ….

  ખૂબ સંવેદનશીલ ગઝલ…

 3. Nice Gazal
  શહેરમાં પાણી નથી અફવા ઉડી છે ત્યારથી,
  રોજ પાણિયારે હું આસુંઓને ભરતા જોઉં છું.

 4. અહીં બધા ચુગલી કરે એક આંખને આવી રીતે,
  દ્રશ્ય તારું બીજી આંખો સાથે ફરતા જોઉં છું.

  સરસ રચના.

 5. એ વખત આધાર નિરાધાર લાગે છે મને,
  લાકડી સાથે ય જ્યાં વૃદ્ધોને પડતા જોઉં છું.

  સંવેદનિય ગઝલ. બહુ સરસ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s