ઊઘડે

હા, ઉષા જેવું મગનમન ઊઘડે,
ને હયાતીનું સમયવન ઊઘડે

ગૌરવાચ્છાદિત સકળ જગ ઊઘડે,
મૈત્રી નેપથ્યે સુહૃદ જણ ઊઘડે

સોળવર્ષી શુભત્વ મઘમઘતું સરે,
સાત સૂરજ શા નયનશર ઊઘડે

આંખ બહુ તરસાય રહી છે જન્મથી,
દિલમાં ઉમંગી વિહગસ્વર ઊઘડે

મૌનગુફામાં વિહરવાનું મળે,
ગૂઢ ગોષ્ઠિમાં અરવરવ ઊઘડે

ચાર પ્રશ્નો યક્ષ પૂછે છે સતત,
ને યુધિષ્ઠિરનું અભયસર ઊઘડે

શ્રાવણી ભીનપ છે શ્વાસોમાં ‘કિશોર’ ,
યાદની કુંજે કમલદલ ઊઘડે

– ડો. કિશોર મોદી

Advertisements

8 thoughts on “ઊઘડે

  1. Nice
    આંખ બહુ તરસાય રહી છે જન્મથી,
    દિલમાં ઉમંગી વિહગસ્વર ઊઘડે

  2. Nice gazal
    સોળવર્ષી શુભત્વ મઘમઘતું સરે,
    સાત સૂરજ શા નયનશર ઊઘડે

  3. મૌનગુફામાં વિહરવાનું મળે,
    ગૂઢ ગોષ્ઠિમાં અરવરવ ઊઘડે

    કલ્પનોનું કેટલું સરસ ઉડાન આ ગઝલમાં.

  4. મૌનગુફામાં વિહરવાનું મળે,
    ગૂઢ ગોષ્ઠિમાં અરવરવ ઊઘડે… ખૂબ મજાની અભિવ્યક્તિ… !!

    આખી ગઝલ મસ્ત

  5. ચાર પ્રશ્નો યક્ષ પૂછે સતત,
    ને યુધિષ્ઠિરનું અભયસર ઊઘડે

    સુંદર કલ્પનો સાથે રચાયેલી સુંદર રચના.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s