જાણી લો

આંખના હાવભાવ જાણી લો,
ભીતરી એ લગાવ જાણી લો.

એક પર્યાય વાણીનો મળશે,
મૌનનો જો નિભાવ જાણી લો.

કોઈ વાર્તા અધૂરી રહેશે નહિ,
આ સમયનો બહાવ જાણી લો.

જીવ છે પણ જીવન નથી ક્યાંયે,
પ્રેમનો છે અભાવ જાણી લો.

કોઈ સારાને ના કહે સારો,
છે જગતનો સ્વભાવ જાણી લો.

– પ્રવીણ શાહ

Advertisements

5 thoughts on “જાણી લો

  1. Janva jevi gazal
    Very nice
    જીવ છે પણ જીવન નથી ક્યાંયે,
    પ્રેમનો છે અભાવ જાણી લો.

  2. Saachi vaat!
    કોઈ સારાને ના કહે સારો,
    છે જગતનો સ્વભાવ જાણી લો.

  3. એક પર્યાય વાણીનો મળશે,
    મૌનનો જો નિભાવ જાણી લો…. વાહ કેવી સરસ વાત બે પંક્તિમાં સમાવાઈ છે !!

    ખૂબ સુંદર ગઝલ… !!

  4. વાહ ટૂંકી બહરમાં દરેક શૅર મજાના થયા છે.

    સ-રસ ગઝલ

  5. એક પર્યાય વાણીનો મળશે,
    મૌનનો જો નિભાવ જાણી લો.

    મૌનની પણ એક ભાષા હોય છે, જો મૌનના અર્થને સમજી શકો તો એક સરસ વાત મળશે, એકબીજાને સમજવાની ભાષા મળશે. ગાગરમાં સાગર સમાવી દીધો છે પ્રવીણભાઈ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s