જોઈએ

કેક્ટસની કાઢ કુંડળી કંઈ જોષ જોઈએ
પુષ્પિત થવામાં શો નડે છે દોષ , જોઇએ

પિત્તળનો છે કે હેમનો રહેવા દો ચર્ચા એ
કેવો ઉઠે છે ઘંટથી અનુઘોષ જોઇએ

ગતિમાન રહેવા જોઇએ પગ તો તલાશમાં
પણ, દૃષ્ટિ સાફ રાખવા સંતોષ જોઈએ

ચાતક સમી તપસ્વી તરસ પાળવી પડે
સિંધુ સમો જો બિંદુમાં ૫રિતોષ જોઈએ

~ પંકજ વખારિયા

Advertisements

6 thoughts on “જોઈએ

  1. Very nice
    પિત્તળનો છે કે હેમનો રહેવા દો ચર્ચા એ
    કેવો ઉઠે છે ઘંટથી અનુઘોષ જોઇએ

  2. પિત્તળનો છે કે હેમનો રહેવા દો ચર્ચા એ
    કેવો ઉઠે છે ઘંટથી અનુઘોષ જોઇએ… માણસમાં પણ આંતરનાદ મહત્વનો છે… બાહ્યાચાર નહીં..

    ખૂબ સુદર ગઝલ… !!

  3. વાહ મજાના કાફિયા સાથે નખશિખ મજાની ગઝલ

  4. પિત્તળનો છે કે હેમનો રહેવા દો ચર્ચા એ
    કેવો ઊઠે છે ઘટથી અનુઘોષ જોઈએ

    વાહ…

  5. નવતર કાફિયા પ્રયોજીને કવિશ્રીએ નવીન વાતો ગઝલમાં સાંકળી છે દિલી અભિનંદન

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s