અટકળ

શક્યતા, સંજોગ, અટકળ ;
બે ઘડીનું સુખ, પછી છળ.

અપશુકન એને જ સમજો;
હો સફળતાની ઉતાવળ.

પ્યાસની પીડા જો કિસ્મત;
શું ફરક જળ હો કે મૃગજળ.

પાંપણો તો યે ના ઢળતી ;
બારણે ખખડે ન સાંકળ.

આંખ થાકે વાટ જોતા ;
યુગ સમાણી હોય છે પળ .

ભૂલતો ના ઓ ટપાલી !
આવશે એકાદ કાગળ .

સુખ નથી,દુઃખપણ નથી કંઈ;
તોય આંખો મારી ઝળહળ.

કંઇ ન ઉપચારક કહે છે;
શાને છાતીમાં છે સળવળ.

રસ્તો કંઇ “નાશાદ” મળશે;
વાત અંતરની તો સાંભળ.

– ગુલામ અબ્બાસ ‘નાશાદ’

Advertisements

8 thoughts on “અટકળ

 1. Majani Gazal
  કંઇ ન ઉપચારક કહે છે;
  શાને છાતીમાં છે સળવળ.

 2. જાણીતા કાફીયાને પણ કેટલા નાવીન્યસભર બનાવી ગઝલ રચવાની
  કરામત આ સિધ્ધહસ્ત ગઝલકાર અહીદર્શાવે છે. કાબિલે-દાદ.

 3. પ્યાસની પીડા જો કિસ્મત;
  શું ફરક જળ હો કે મૃગજળ.

  ટૂંકી બહર અને હમ રદીફ હમ કાફિયામાં એક બહેતરીન ગઝલ

  દરેક શે’ર વિચાર માંગી લે એવા..

 4. વાહ..પ્રત્યેક શેર કાબિલે દાદ…

  કંઇ ન ઉપચારક કહે છે;
  શાને છાતીમાં છે સળવળ.

  રસ્તો કંઇ “નાશાદ” મળશે;
  વાત અંતરની તો સાંભળ.

 5. જાણીતા કાફિયાઓ પાસે કૌશલ્યપૂર્વક કામ કઢાવ્યું છે એ છે કવિશ્રીને ગઝલ કંડારવાની ગજબ રીત !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s