વમળ છે

સતત વિચારના ઘુમતા વમળ છે,
કદી થીજેલી ને સ્થંભિત પળ છે.

નરી આંખે નથી જોઈ શકાતું,
નજર પર શી ખબર શેના પડળ છે.

નથી આ રાતભર શમણાંઓ સુતા,
છતાં મન પર જુઓ શાને આ સળ છે.

અવિરત છેતરાતું હોય છે મન,
હરેક સંબંધ જાણે એક છળ છે.

હું માણસ છું બધું સમજું છું તો પણ,
સમજદારીની રાખી બંધ કળ છે.

નસીબમાં હોય તે સાથે જ રહે છે,
કરમ સાથે જ એ બાંધેલુ ફળ છે.

રહે છે આવ-જા સુખદુ:ખની તો પણ,
છતાં હૈયામાં બસ ‘આનંદ’ અચળ છે.

– અશોક જાની ‘આનંદ’

Advertisements

6 thoughts on “વમળ છે

 1. નરી આંખે નથી જોઈ શકાતું,
  નજર પર શી ખબર શેના પડળ છે…
  vichaarvu padse…….konu pdal che

 2. અવિરત છેતરાતું હોય છે મન,
  હરેક સંબંધ જાણે એક છળ છે.
  Kya Baat!

 3. સરસ રચના.

  હું માણસ છુંબધું સમજુ છું તો પણ,
  સમજદારીની રાખી બંધ કળ છે.

  કદાચ માણસજાતની આ કદાચ આદત છે, મનમાં ભલે સ્પષ્ટતા હોય પણ ઘણી વખત તેનો ઉપયોગ કરી નથી શકતા.

 4. વાહ મજાના કાફિયામાં સરસ ગઝલ થઈ છે

  દરેક શૅર કાબિલ-એ-દાદ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s