લે તું મને

વીતી જતો સમય છું વળાવી લે તું મને ;
હું ક્યાં કહું છું દિલમાં વસાવી લે તું મને.

ભૂતકાળ થઈ જવાની લગોલગ તો શું થયું ;
છું જ્યાં લગી, બને તો નભાવી લે તું મને.

સંભવ નથી છતાં એ હકીકત હું જાણું છું;
ધારે તો એક પળમાં મનાવી લે તું મને.

ઊભો છું તારે દ્વાર અરજ એટલી લઈ ;
યા હાથ દે યા હાથ બતાવી લે તું મને.

હો લાગણી તો સ્પષ્ટ તને પણ થવું રહ્યું ;
ચાલી નહીં શકું હું , ચલાવી લે તું મને.

લાવી શકે છે બોલ ઝલક વીતી કાલની?
તારું ગજુ નથી કે હસાવી લે તું મને.

હું આજ છું એ જાણ્યા પછી વાજબી નથી ;
ગઈકાલ સમજી ભીંતે સજાવી લે તું મને.

બ્રુટસ સમાન જાણીતા ચહેરા છે આસપાસ ;
દુશ્મનને કહી રહ્યો છું બચાવી લે તું મને.

જો અંત દુર્દશાનો ન હો જિંદગી સુધી ;
“નાશાદ”ની દુઆ છે ઉઠાવી લે તું મને.

– ગુલામ અબ્બાસ ‘નાશાદ’

Advertisements

8 thoughts on “લે તું મને

 1. Bahot khoob!
  બ્રુટસ સમાન જાણીતા ચહેરા છે આસપાસ ;
  દુશ્મનને કહી રહ્યો છું બચાવી લે તું મને.

 2. સંભવ નથી છતાં એ હકીકત હું જાણું છું;
  ધારે તો એક પળમાં મનાવી લે તું મને… ખૂબ નાજુક વાત..
  સંગોપાંગ સુંદર ગઝલ..

 3. ખૂબ સરસ રચના. દરેક શેર અર્થસભર અને ચિંતનાત્મક બન્યા છે. અભિનંદન.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s