મારી ભાષા !

મારા જીવનના બે પાસાં
મારી મા ને મારી ભાષા !

પરભાષાને જે ધાવે છે
એ બચ્ચાંઓ સદૈવ પ્યાસાં !

પહેલા ખોળાની ગઝલ છે
તું હરખથી વ્હેંચ પતાસાં .

ગામ ગઝલનું દૂર ઘણેરું
પહોંચ્યો , લાગ્યાં વરસો ખાસ્સાં !

બે ની વચ્ચે બે પેઢી છે
એક વૈજયંતી , એક બિપાશા !

હું હવે ટેવાઇ ગયો છું
મોત ના મોકલ મને તું જાસા !

વેન્ટીલેટર પર ભલે હો
એ અમર છે , જીવશે આશા !

– રિષભ મહેતા

Advertisements

6 thoughts on “મારી ભાષા !

 1. Very nice
  હું હવે ટેવાઇ ગયો છું
  મોત ના મોકલ મને તું જાસા !

 2. વાહ, રિષભભાઈ,
  ‘માતૃભાષા દિને’ ભાષાને સુંદર ભાવાંજલિ. આવા દિવસો કદી ન આવે–

  વેન્ટીલેટર પર ભલે હો
  એ અમર છે , જીવશે આશા !

 3. વાહ માતૃભાષા દિન નિમિત્તે સરસ ગઝલ

  હું હવે ટેવાઇ ગયો છું
  મોત ના મોકલ મને તું જાસા !

  વેન્ટીલેટર પર ભલે હો
  એ અમર છે , જીવશે આશા !

  બહુત ખૂબ

 4. પરભાષાને જે ધાવે છે
  એ બચ્ચાંઓ સદૈવ પ્યાસાં !.. એકદમ સચોટ… !!

  માતૃભાષાદિવસના ઉપલક્ષ્યમાં લખાયેલી ઉત્કૃષ્ટ ગઝલ

 5. વેન્ટીલેટર પર ભલે હો
  એ અમર છે , જીવશે આશા ,

  ભારે વિશ્વાસ છે, જરૂર જીવશે જ. હા, સમય સાથે થોડું ઘણું રૂપ બદલાશે, પણ જીવશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s