પ્રણય નામક એ બીમારી મને માફક નહીં આવે;
બધાં સામે ગુનેગારી મને માફક નહીં આવે.
પડી ગઈ છે મને તો ટેવ પથ્થર પૂજવાની કે-
હવે ઈશ્વર નિરાકારી મને માફક નહીં આવે.
હું કાયમ જોઉં છું એ રીતથી જોવા મળે તો ઠીક;
તમારી બંધ આ બારી મને માફક નહીં આવે.
નહીં આવું હવે જ્યારે તમે બોલાવશો ત્યારે;
તમારી પ્રીત વ્યવહારી મને માફક નહીં આવે.
કરે છે હાસ્ય મુજ સામે ને ગુસ્સો પીઠની પાછળ;
સ્વજન તારી કલાકારી મને માફક નહીં આવે.
કહો તો હું આ ઝંઝીરો પહેરી લઉં હવે હાથે;
કે ઝૂલ્ફોની ગિરફ્તારી મને માફક નહીં આવે !!
એ આવી જાય જો ‘પ્રત્યક્ષ’ તો એને મળી લઉં હું;
કે મારી મોત પરબારી મને માફક નહીં આવે.
– રવિ દવે ‘પ્રત્યક્ષ’
Advertisements
Waah!
કહો તો હું આ ઝંઝીરો પહેરી લઉં હવે હાથે;
કે ઝૂલ્ફોની ગિરફ્તારી મને માફક નહીં આવે !
traditional and so
traditional and so so
બધાં સામે ગુનેગારી…. saras…
વાહ નખશિખ મજાની ગઝલ
કરે છે હાસ્ય મુજ સામે ને ગુસ્સો પીઠની પાછળ;
સ્વજન તારી કલાકારી મને માફક નહીં આવે.
યે બાત !!!!
પરંપરાની લઢણમાં લખાયેલી સરસ ગઝલ..
કરે છે હાસ્ય મુજ સામે ને ગુસ્સો પીઠની પાછળ;
સ્વજન તારી કલાકારી મને માફક નહી આવે.
લઢણ પરંપરાગત છે પણ દરેક શેરમાં શેરીયત છે અને ગઝલનો મિજાજ દેખાય છે. સરસ રચના.
કાફિયાનું શેરમાં સરસ સંયોજન.