ચિંતા ન કર

આજને જો, કાલની ચિંતા ન કર.
સામનો કર, હાલની ચિંતા ન કર.

કર્મ એ તો આપણું છે કર્તવ્ય,
રોપણી કર, ફાલની ચિંતા ન કર.

હો નસીબે એ મળે, ના માન તું,
છો લખ્યું ત્યાં, ભાલની ચિંતા ન કર.

ને મદદ ભગવાન તો કરશે જરૂર,
ભાર લઇ લે, ટાલની ચિંતા ન કર.

જિંદગી ‘રાકેશ’ નચવે નાચ છે,
નાચ તું બસ, તાલની ચિંતા ન કર.

– રાકેશ ઠક્કર

Advertisements

12 thoughts on “ચિંતા ન કર

 1. Very nice gazal
  આજને જો, કાલની ચિંતા ન કર.
  સામનો કર, હાલની ચિંતા ન કર.

 2. વાહ મજાની ગઝલનો મજાનો મત્લા

 3. બહુ જ સરસ ગઝલ.
  હો નસીબે એ મળે, ના માન તું,
  છો લખ્યું ત્યાં, ભાલની ચિંતા ન કર.

 4. કર્મ એ તો આપણું છે કર્તવ્ય,
  રોપણી કર, ફાલની ચિંતા ન કર.

  વાહ, સરસ . ગીતાનો સિદ્ધાંત.

 5. Rakeshbhai, nice gazal.

  આજને જો, કાલની ચિંતા ન કર.
  સામનો કર, હાલની ચિંતા ન કર.

 6. bahot khoob 👍
  જિંદગી ‘રાકેશ’ નચવે નાચ છે,
  નાચ તું બસ, તાલની ચિંતા ન કર.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s