થઈ ગયા

ગામ શેરી ઘર પરાયા થઈ ગયા;
ને સ્વજન સહુ ઓરમાયા થઈ ગયા.

જેમની ઓળખ સમું નહોતું કદી;
એય મારે મન સવાયા થઈ ગયા.

એ જરસ્તા પર મને દોરી ગયા
વૃક્ષ જે અત્તરના ફાયા થઈ ગયા.

મેં દિલાસા ક્યાં કદી ઈચ્છ્યા હતા ?
કાં તમે અવસાદ- છાયા થઈ ગયા ?

ચોતરફ ઘેરી ઊભા ‘તા જે મને;
આજ સૌ છૂટા- છવાયા થઈ ગયા.

“હું ય બાણું લાખ કિલ્લાનો ધણી !!”
લ્યો ,વિચારો પણ ભવાયા થઈ ગયા.

– શૈલેન રાવલ

Advertisements

10 thoughts on “થઈ ગયા

 1. Kya baat
  મેં દિલાસા ક્યાં કદી ઈચ્છ્યા હતા ?
  કાં તમે અવસાદ- છાયા થઈ ગયા ?

 2. Saras
  એ જ રસ્તા પર મને દોરી ગયા
  વૃક્ષ જે અત્તરના ફાયા થઈ ગયા.

 3. Nice rachna
  ગામ શેરી ઘર પરાયા થઈ ગયા;
  ને સ્વજન સહુ ઓરમાયા થઈ ગયા

 4. Very nice
  “હું ય બાણું લાખ કિલ્લાનો ધણી !!”
  લ્યો ,વિચારો પણ ભવાયા થઈ ગયા.

 5. મસ્ત મત્લા અને આ શે’ર પણ ગમ્યો… !!

  જેમની ઓળખ સમું નહોતું કદી;
  એય મારે મન સવાયા થઈ ગયા…. વાહ

 6. અથથી ઈતિ એક સુંદર ગઝલ.

  ગામ શેરી ઘર પરાયા થઈ ગયા;
  ને સ્વજન સહુ ઓરમાયા થઈ ગયા

  તો વળી છેલ્લો શેર પાછો પડે એમ નથી

  “હું ય બાણું લાખ કિલ્લાનો ધણી !!”
  લ્યો,વિચારો પણ ભવાયા થઈ ગયા.

  સરસ, ગઝલ ગમી !!

 7. સરસ ગઝલ.

  “હું ય બાણું લાખ કિલ્લાનો ધણી !!”
  લ્યો ,વિચારો પણ ભવાયા થઈ ગયા…… વાહ…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s