કરવું પડે

જાતને પુરવાર કરવા કેટલું કરવું પડે .
ને, કદીક તો સાંભળ્યું ના સાંભળ્યું કરવું પડે !

શક્ય છે જે કૈં થયું તે ના થયું કરવું પડે .
કાલ માટે, કાલ થી આજે વધુ કરવું પડે !

હાથમાં ના હોય એ બાબત નો લાગે ભાર તો ,
આંખ આડા કાન રાખી ને ઘણું કરવું પડે !

મન મુજબ રહેવામાં કૈં ખોટું નથી પણ , સૌ પ્રથમ-
મન ઉપર રાખી નજર, મન ઠાવકું કરવું પડે !

વાત ટાણું સાચવી લેવાની જ્યારે હોય ત્યાં ,
સ્મિત સાધી અશ્રુને સ્હેજે ગળ્યું કરવું પડે !

અહિં ફરજની વેદી પર હોવાપણું હોમી અને ,
દીકરીને બાપનું ઘર પારકું કરવું પડે !

સુખ કપૂરી હોય છે આપી શકે ના હૂંફ એ ,
હૂંફ માટે દર્દનું બસ, તાપણું કરવું પડે !

– લક્ષ્મી ડોબરિયા

Advertisements

7 thoughts on “કરવું પડે

 1. Very nice gazal
  સુખ કપૂરી હોય છે આપી શકે ના હૂંફ એ ,
  હૂંફ માટે દર્દનું બસ, તાપણું કરવું પડે !

 2. મજાની રદીફને સુપેરે જાળવી દરેક શે’ર થયા છે…

  આખી ગઝલ સાંગોપાંગ સુંદર

 3. અહિ ફરજની વેદી પર હોવાપણું હોમી અને,
  દીકરીને બાપનું ઘર પારકું કરવું પડે !

  સુખ કપૂરી હોય છે આપી શકે ના હૂંફ એ,
  હૂંફ માટે દર્દનું બસ, તાપણું કરવું પડે !

  સરસ રચના અને યથોચિત કલ્પનો.

 4. સુખ કપૂરી હોય છે આપી શકે ના હૂંફ એ ,
  હૂંફ માટે દર્દનું બસ, તાપણું કરવું પડે !

  કરવું પડે ની સરસ મીમાંસા.

 5. વાહ મજાની રદ્દીફમાં કાબિલ-એ-દાદ ગઝલ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s