પ્રેમમય

મન-સુમીરનની ઉડાનો પ્રેમમય,
માંહ્યલાનો સિંહફાળો પ્રેમમય .

કોઈ કંડારે છે શબ્દોની તરજ,
વાયરાના દેવદૂતો પ્રેમમય.

ઓઢણીની આંખમાં વિશેષ છે,
ભાતીગળ શિલ્પાય ભાષ્યો પ્રેમમય.

બીજનો અંબાર મનભાવન બહુ,
સ્મિતના અલ્લડ પ્રભાવો પ્રેમમય .

સાંજ પળભર વ્યક્તતારૂપે પમાય,
ભીતરી બોલાશ શ્વાસો પ્રેમમય .

કયા મિષે ગઝલો કહેવાતી કિશોર ?
સૃષ્ટિમાં અદબદ પ્રકારો પ્રેમમય .

– ડો. કિશોર મોદી

Advertisements

8 thoughts on “પ્રેમમય

  1. Waah
    બીજનો અંબાર મનભાવન બહુ,
    સ્મિતના અલ્લડ પ્રભાવો પ્રેમમય

  2. કોઈ કંડારે છે શબ્દોની તરજ,
    વાયરાના દેવદૂતો પ્રેમમય…. વાહ વાહ

    પ્રેમના રંગે રંગતી મજાની ગઝલ… !!

  3. વાહ ટૂંકી બહરમાં દરેક શૅર મજાના

  4. કોઈ કંડારે છે શબ્દોની તરજ,
    વાયરાના દેવદૂતો પ્રેમમય.

    મક્તા પણ મઝાનો,

    કયા મિષે ગઝલો કહેવાતી કિશોર ?
    સૃષ્ટિમાં અદબદ પ્રકારો પ્રેમમય.

    સરસ, કુદરતની સુંદરતા સાથે પ્રેમની ગાથા ગાતી ગઝલ.

  5. એકેક શેર કિશોરભાઈની છાપ છોડી જાય તેવા રચાયા છે.કયો વખાણું અને કયો છોડું ?

  6. મન-સુમીરનની ઉડાનો પ્રેમમય,.. wah… enjoyed all shers with love…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s