એક જણ

ગામમાં પૂછાય એવો એક જણ,
હર પળે હરખાય એવો એક જણ.

સ્મિત મુખ પર, આંખ ભીની ભાવથી,
દર્દ છિનવી જાય એવો એક જણ.

આમ તો એ ચૂપ રહે કારણ વિના,
આદતે સમજાય એવો એક જણ.

બોલશે બે બોલ એવા, કે તરત
મૂડ હળવો થાય એવો એક જણ.

હો સફર લાંબી અને રસ્તો કઠીન,
રાહબર કહેવાય એવો એક જણ.

મેઘધનુ શી જિંદગી ખીલી ઉઠે,
એમ રંગી જાય એવો એક જણ.

– પ્રવીણ શાહ

Advertisements

8 thoughts on “એક જણ

  1. Nice new radif
    Sundar gazal. Waah!
    હો સફર લાંબી અને રસ્તો કઠીન,
    રાહબર કહેવાય એવો એક જણ.

  2. આમ તો એ ચૂપ રહે કારણ વિના,
    આદતે સમજાય એવો એક જણ.

  3. વાહ મજાની રદ્દીફમાં સ-રસ ગઝલ

    હો સફર લાંબી અને રસ્તો કઠીન,
    રાહબર કહેવાય એવો એક જણ.

    મેઘધનુ શી જિંદગી ખીલી ઉઠે,
    એમ રંગી જાય એવો એક જણ.

    યે બાત !!!

  4. આમ તો એ ચૂપ રહે કારણ વિના,
    આદતે સમજાય એવો એક જણ.

    બહુ સરસ ગઝલ. આવો એક જણ ખોળવો પડે છે આજકાલ.

  5. સરસ રચના.…

    આમ તો ચૂર રહે પણ આદતે સમજાય એક જણ.

    વાહ……

  6. અમે તો આવો એક જાણ શોધી લીધો છે ‘પ્રવીણ શાહ’ નામનો .. 🙂

    ટૂંકી બહેરમાં મજાની ગઝલ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s