નૂર થયા

અરમાનો જ્યાં ચૂર થયા,
સઘળા દુઃખો દૂર થયા

આપીને તકલીફ નવી,
દેવો સૌ મશહૂર થયા.

માણસ જીવે કેમ કરી,
મરવાને મજબૂર થયા.

વરસ્યો પહેલો મેહ અને,
ઝરણાં ગાંડાતૂર થયા.

ના મળશે અહીં પ્રેમ સહજ,
દીવાના મન્સૂર થયા.

ભીતર ચાલે ખેલ નવા,
નિરખવા આતુર થયા.

જોયા જેને “રાજ” પ્રથમ,
તે આંખોના નૂર થયા.

– રાજેશ બ્રહ્મભટ્ટ ‘રાજ’

Advertisements

5 thoughts on “નૂર થયા

  1. વાહ ટૂંકી બહરમાં સરસ ગઝલ

    દરેક શૅર મજાના થયા છે.

  2. ટૂંકી બહારમાં મજાની ગઝલ… !!

    દરેક શે’ર માણવા જેવા

  3. Nice gazal
    ભીતર ચાલે ખેલ નવા,
    નિરખવા આતુર થયા.

  4. ટૂંકી બહરમાં સરસ રચના.

    ભીતર ચાલે ખેલ નવા,
    નિરખવા આતુર થયા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s