એક વેદના

પૂછો ના કોઈ હવે હોય કેવો વગડો ને હોય કેવા ઝાડ અને છાંયડા,
હોય કેવા કૂવા ને વાવ અને વાડી કે સીમ અને પાદર ને ગામડાં….॰ પૂછો ના કોઈ

પૂછો ના કોઈ હવે હોય કેવી નદિયું, તળાવ અને વહેળા કે વોંકળા,
ભરખી ગયો કાળ શું વાડા ને કોઢ સોતા ધણચરના મેદાનો મોકળા ,
ખોવાણા ગાયું ને ભેંસુના ધણ,અને ખોવાણા ભડકીલા વાછડા……….પૂછો ના કોઈ

ક્યાય નથી તમરાનું ઝીણેરું ગાન,નથી રીઢા એ રામધણ રાનમાં ,
ધોરીની કોટ મહી ઘમકે ના ઘૂઘરાં, ના સંભળાતો કોસ હવે કાનમાં .
પૂછો ના હોય કેવા ખેતર ને ચાડીયા, ને શેઢા,ને ચાસ અને ક્યારડા…..પૂછો ના કોઈ

ક્યાંય નથી ડેલી કે નળીયાળા ખોરડા કે ઢાળિયા ને બેસણાં બડાઈ ના,
ક્યાંય નથી ઢોલણી કે ઢોલિયા,ને આંગણાં કે હિંડોળા વડની વડવાઈના .
ક્યાંય નથી ઘમ્મર વલોણાંના ગાજ,નથી દળણાંના ગીતો ના રાગડા…..પૂછો ના કોઈ

પૂછો ના સુરજનું ઉગમણે ઊગવું શું ,સાંજુક ના આથમણે નમવું,
ક્યાંય નથી દેખાતો ચાંદલિયો રાત્ય,એક પલકારે તારાનું ખરવું .
આટલામાં ક્યાંક હશે ધરબાયો આદમી કે મંગાવો કોદાળી-પાવડા….. પૂછો ના કોઈ

– પરશુરામ ચૌહાણ

Advertisements

13 thoughts on “એક વેદના

 1. ગામ અને ગામની મોઘેરી જાયદાદને ભરખી ગયેલ નવતર જમાનો, આ શહેરી સંસ્કૃિત ની વ્યથા આ ગીતના શબ્દે શબ્દમાં ડોકાય છે અને અંતે ગીતકારે અસહાયતા માટે જવાબદાર આદમી માટે માગણી કરી કોદાળી ને પાવડાની.

  ખૂબ સરસ વાત કવિના અંતરમાંથી ગીત રૂપે જન્મી છે . અભિનંદન.

 2. શહેરીકરણ કેટકેટલું ભરખી ગયું એની એક સંવેદનશીલ, લયબદ્ધ રચનાનાં માધ્યમથી
  કવિએ બહુજ સશક્ત શબ્દ ચિત્ર કંડાર્યું છે.
  પોતાને ‘આધુનિક’માં ખપાવવા મથતાં અમુક લોકોને તો કાં વડીલો અને કાં શબ્દકોષનો
  ‘સહારો’ લેવો પડે, એવી મૂળ તળપદી શૈલી અને શબ્દો, ગીતનું સબળ અને નમણું પાસું.
  ખૂબ-ખૂબ અભિનંદન.

 3. મુરબ્બી કવિમિત્ર શ્રી કિશોરભાઈ બારોટે મારું ધ્યાન ખેંચ્યુ કે જેમ હથેળી તો હાથની જ હોય એમ વડવાઈ તો વડની જ હોય. તે પછી મેં “હિંડોળા લાંબી બડવાઈના ” એમ ફેરફાર કર્યો છે.
  યોગ્ય સ્થાને સૂચવવા બદલ હું કવિશ્રી કિશોરભાઈનો ખૂબ ખૂબ આભારી છું .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s