અંધકાર

ચોતરફ આંધળો અંધકાર,
કાળમીંઢ અંધારિયો પથ,
આંખ ખોલો કે બંધ કરો
જાણે કંઇ ના ફરક.. !!
જન્મ પહેલા માના ઉદરથી આજ સુધી
અંધારું આપણને માફક આવી ગયું છે.
અને… હવે તો
અંધકાર પણ રંગ બદલીને આવે છે..!!!!
અજ્ઞાન-અંધશ્રધ્ધાનો કાળો,
કોમવાદનો કેસરી કે લીલો,
હિંસાનો લાલ કે અસત્યનો સફેદ અંધકાર
આપણી ચોતરફ ખળભળ્યા કરે છે.
રાજકારણ નો રંગહીન ધૂંધળો અંધકાર
શું આપણને એટલો બધો કોઠે પડી ગયો છે કે….
આપણે એમાંથી બહાર નીકળી જ ના શકીએ !!?
ચાલો, આજે જ નક્કી કરીએ
કાલે ઊગતા સૂરજના ખિસ્સામાંથી
એકાદ મુઠ્ઠી સોનેરી તડકો, ચોરી લઈને પણ…
આપણાં જીવનમાં વેરી દઇશું..!!
આપણાં અંધકારમય અસ્તિત્વને
જ્ઞાન અને સહિષ્ણુતાના પ્રકાશથી,
સુવર્ણરંગી કરી લઈશું.. !!!

– અશોક જાની ‘આનંદ’

Advertisements

9 thoughts on “અંધકાર

  1. Nice
    જન્મ પહેલા માના ઉદરથી આજ સુધી
    અંધારું આપણને માફક આવી ગયું છે…?

  2. આજુબાજુની પરિસ્થિતિઓથી વિચલિત થઇ ઊઠે તે કવિ. વાહ….બહુ સરસ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s