હું સાચવું છું

જ્યારથી નિરાંતને હું સાચવું છું, ત્યારથી,
શબ્દ સ્વરના પોતને, હું સાચવું છું ત્યારથી !

જોઈ છે ખુલ્લા હૃદયના માણસોની અવદશા,
દોસ્ત ! મોઘમ વાતને હું સાચવું છું ત્યારથી.

સાંભળ્યું છે, રણ થવાનો આખરે દરિયો કદી –
લાગણીના સ્ત્રોતને, હું સાચવું છું ત્યારથી.

આંખની ભીનાશમાં છે પૂરની પણ શક્યતા –
મૌન ઝંઝાવાતને, હું સાચવું છું ત્યારથી.

સૂર્ય જેવાં સૂર્યને પણ ડૂબતો જોયા પછી,
કોડિયાની રાતને, હું સાચવું છું ત્યારથી.

છાયા ત્રિવેદી

Advertisements

7 thoughts on “હું સાચવું છું

 1. નખશિખ ઉમદા ગઝલ

  આંખની ભીનાશમાં છે પૂરની પણ શક્યતા –
  મૌન ઝંઝાવાતને, હું સાચવું છું ત્યારથી.

  ક્યા બાત !!!

 2. જોઈ છે ખુલ્લા હૃદયના માણસોની અવદશા,
  દોસ્ત ! મોઘમ વાતને હું સાચવું છું ત્યારથી.
  Waah

 3. આ ગઝલ માટે કશુ કહેવું નથી કારણ કે તે લાજવાબ છે મત્લાથી મક્તા સુધી. અભિનંદન છાયાબેન.

 4. મજાની નવી રદિફથી ઉઘડતી સુંદર ગઝલ….!!
  જો કે સુક્ષ્મ કાફિયા દોષ ગણી શકાય..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s