બધા ભગવાન છે

હું અહીં છું એનું જેને ભાન છે
મારે માટે એ બધા ભગવાન છે

ઝૂંપડી જેની હતી બહુ જર્જરિત
આંખ એની ખૂબ આલિશાન છે

સાચવું છું એક રેખા મોતની !
હાથમાં બહુ કિંમતી સામાન છે

ખાંડની બોરીમાં થઈ ગઈ કેદ એ
એક કીડી કેટલી ધનવાન છે !

તોય આંજી નાંખતી એની ચમક
આમ પરપોટો ભલે વેરાન છે

ભાવેશ ભટ્ટ

Advertisements

4 thoughts on “બધા ભગવાન છે

 1. Nice gazal
  Waah
  સાચવું છું એક રેખા મોતની !
  હાથમાં બહુ કિંમતી સામાન છે

 2. ખાંડની બોરીમાં થઈ ગઈ કેદ એ
  એક કીડી કેટલી ધનવાન છે !

  સરસ રચના. બધા જ શેર ગમ્યા.

 3. સાચવું છું એક રેખા મોતની !
  હાથમાં બહુ કિંમતી સામાન છે…. વાહ,

  આ કિંમતી સામાન ખરેખર સાચવવા જેવો છે, મોત કોઈ બગાડી ના જાય એ માટે..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s