નવાં ટેન્શન

આજ ગઝલોના વિષય ફેશન થયા,
જૂના શાયરને નવાં ટેન્શન થયાં.

કાયમી જાતાં તડપ દેતા ગયા ,
રોજનાં આખર સુધી લેશન થયાં.

ડગ ભરું ને હું જ પગલાં સાંભળું,
આજ એ એકાંતના સ્ટેશન થયાં.

એ નદી ઝરણાં થયાં રણ રેતનાં,
માનવીને પાણીના રેશન થયાં.

ટેરવું તિલક કરી રંગાઈ ગ્યું,
સ્પર્શના મહિમા તણાં દર્શન થયાં.

ચાર-છ ગઝલોની પોલી ‘કીર્તિ’ઓ,
આપતા મુશાયરા પેન્શન થયાં.

કીર્તિકાન્ત પુરોહિત

Advertisements

6 thoughts on “નવાં ટેન્શન

 1. Kyaa baat hai!
  ચાર-છ ગઝલોની પોલી ‘કીર્તિ’ઓ,
  આપતા મુશાયરા પેન્શન થયાં.

 2. સરસ … અંગ્રેજી કાફિયાનો સરસ ઉપયોગ…

  મજાની ગઝલ

 3. સરસ …ગઝલ
  ડગ ભરું ને હું જ પગલાં સાંભળું,
  આજ એ એકાંતના સ્ટેશન થયાં.

 4. વાહ અંગ્રેજી કાફિયામાં સરસ ગઝલ

 5. બહુ જ સરસ ગઝલ. વાહ!👍
  એ નદી ઝરણાં થયાં રણ રેતનાં,
  માનવીને પાણીના રેશન થયાં.

 6. એ નદી ઝરણા થયા રણ રેતના,
  માનવીને પાણીના રેશન થયા.

  ચાર-છ ગઝલોની પોલી ‘ કીર્તિ ‘ઓ,
  આપતા આપતા મુશાયરા પેન્શન થયાં .

  સરસ રચના.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s