પછી..પછી..પછી..

એકાદ ટીપું હોય કે એકાદ કણ પછી,
કેવી ચહલપહલ અહીં ઈચ્છાની, ક્ષણ પછી !

નીરસ કતારબંધ પીળા શબ્દે તું વિવશ ?
તો પાનખર પૂરી થયાના દિન તું ગણ પછી.

અવહેલના તું જેની સ્વપ્નમાં નહીં કરે,
સંભવ છે કે તને જ ભૂલે એક જણ પછી !

જોજે, પછી..પછી..પછીનો માર્ગ છળભર્યો !
વાચ્યાર્થમાં કે રૂપકે આગળ છે રણ પછી !

જો કે એ જાતવાન છતાં ‘રુલ’થી અજાણ,
‘સિગ્નલ’ વટાવી નહિ શક્યું ગાયોનું ધણ પછી.

વસમું બને જો જીવવું અકસીર ઔષધે,
સૌને વિસારવાનું રહો શાણપણ પછી.

બેચેન કરશે ઘાવ તને જો રુઝેલ હો !
બહેતર છે તું ગઝલ વડે ‘બકુલેશ’! ખણ પછી !

બકુલેશ દેસાઈ

Advertisements

5 thoughts on “પછી..પછી..પછી..

 1. Nice gazal
  Bahot khoob
  બેચેન કરશે ઘાવ તને જો રુઝેલ હો !
  બહેતર છે તું ગઝલ વડે ‘બકુલેશ’! ખણ પછી

 2. જો કે એ જાતવાન છતાં ‘રુલ’થી અજાણ,
  ‘સિગ્નલ’ વટાવી નહિ શક્યું ગાયોનું ધણ પછી.

  વસમું બને જો જીવવું અકસીર ઔષધે,
  સૌને વિસારવાનું રહો શાણપણ પછી.

  સારા કલ્પન.

 3. જોજે, પછી..પછી..પછીનો માર્ગ છળભર્યો !
  વાચ્યાર્થમાં કે રૂપકે આગળ છે રણ પછી !

  વાચ્યાર્થમાં કે રૂપકે આગળ છે રણ પછી…..
  વાહ, ખૂબ સરસ……

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s