દાટી જોઇએ

મોલ મબલખ પામવા ફળદ્રુપ માટી જોઇએ,
કાવ્યનું એવું જ ખાતું : ઝણઝણાટી જોઇએ.

કેમ સાલું પથ્થરોમાં ઘાસ ઉગી નીકળે ?
શક્ય છે કે એમને થોડી રુંવાટી જોઇએ.

જિંદગી અખબાર છે, અખબારનું લક્ષણ કહું ?
કોક ખૂણે, કોક પાને, સનસનાટી જોઇએ.

કાચ હોવાથી, અરીસો થઈ જશે : એવું નથી,
એક લીસી – એક ખરબચડી સપાટી જોઇએ.

આમ તો એના ધરમમાં બાળવાની છે પ્રથા,
પણ ધરમ છોડી ‘પવન’ને ચાલ દાટી જોઇએ.

– ભરત ભટ્ટ ‘પવન’

Advertisements

5 thoughts on “દાટી જોઇએ

 1. Kya baat Kyaa baat!
  Nice gazal
  Darek sher damdar.
  કેમ સાલું પથ્થરોમાં ઘાસ ઉગી નીકળે ?
  શક્ય છે કે એમને થોડી રુંવાટી જોઇએ.

 2. વાહ ક્યા બાત !!!!

  દરેક શૅર કાબિલ-એ-દાદ

 3. સુંદર અને વિખ્યાત ગઝલ.વાહ…

  કાચ હોવાથી, અરીસો થઈ જશે : એવું નથી,
  એક લીસી – એક ખરબચડી સપાટી જોઇએ.

 4. જિંદગી અખબાર છે, અખબારનું લક્ષણ કહું ?
  કોક ખૂણે, કોક પાને, સનસનાટી જોઇએ…. વાહ મસ્ત મજેદાર ગઝલ… !!

  દરેક શે’ર સુંદર થયા છે …

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s