પુછાય છે

આંખ એની એ જ પણ શમણાં નવા દેખાય છે,
એ જ જૂની રાહ પર માણસ નવા અથડાય છે.

સાવ સન્નાટામાં આખી રાત નીરવ નીકળે,
ને સવારે શ્વાન થઈને મૌન આ પડઘાય છે.

કેમ આ યાદો ભૂતાવળ થઈ પીછો ના છોડતી,
રાતની હર એક ક્ષણ એ પ્રશ્ન થઈ પુછાય છે.

એ જ જૂના સંસ્મરણ છે, એક મીઠી યાદ છે;
તે છતાં જાણે અજાણે આંખ આ ભીંજાય છે.

આમ જે ‘આનંદ’માં વીતી ગઈ એ ક્ષણ બધી,
ધારીએ તો પણ કદી ક્યાં મુઠ્ઠીમાં પકડાય છે.!?

– અશોક જાની ‘આનંદ’

Advertisements

8 thoughts on “પુછાય છે

 1. Very nice gazal
  Waah
  એ જ જૂના સંસ્મરણ છે, એક મીઠી યાદ છે;
  તે છતાં જાણે અજાણે આંખ આ ભીંજાય છે.

 2. વાહ સરસ ગઝલ

  કેમ આ યાદો ભૂતાવળ થઈ પીછો ના છોડતી,
  રાતની હર એક ક્ષણ એ પ્રશ્ન થઈ પુછાય છે.

  ક્યા બાત !!!

 3. વાહ ઉમદા ગઝલ

  કેમ આ યાદો ભૂતાવળ થઈ પીછો ના છોડતી,
  રાતની હર એક ક્ષણ એ પ્રશ્ન થઈ પુછાય છે.

  ક્યા બાત !!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s