બસ જિંદગી

બસ જિંદગી એવી રીતે જીવી જવાય છે,
કડવાશ જેટલી હો હવે પી જવાય છે.

નાહક કહો છો આપ હજી જોમ છે ઘણું,
આ તો છે ઢાળ તેથી જ દોડી જવાય છે.

લેવા પડે છે ઠીક વિસામા ઘડી ઘડી,
થોડુક ચાલીએ અને થાકી જવાય છે.

આંખો ખૂલી ફરી તો સપાટી ઉપર હતો,
હાથે કરી ને ક્યાં કદી ડૂબી જવાય છે?

ઠેબે ચડ્યો છે મારો જ ઓળો હવે મને,
એવું છે થોડું કૂદી કે ઠેકી જવાય છે.

– પરશુરામ ચૌહાણ

Advertisements

13 thoughts on “બસ જિંદગી

 1. આ ગઝલ મારા જીવનની બહુમૂલ્ય ગઝલ. બહુ લાંબાં અંતરાળ પછી આ ગઝલ લખાયેલી. લગભગ ૨૦૦૮ કે ૨૦૦૯માં . મારી ચેતનાની આસપાસ જાણે સાક્ષાત કાળ ફરતો હતો એ દિન અને હું હંમેશની જેમ, ગઝલ લખાતી હોય ત્યારેે અનુભવાતી transe અવસ્થામાં હોવા છતા duty પર કાર્યરત હતો. બહારથી કાર્યમાં મશગૂલ અને ભીતરથી એક પછી એક શેઅર આવતા જતાં હતાં.. મારા શર્ટના ખીસ્સાંમાં દરવખતની જેમ ચીમળાઇ ગયેલો કાગળ : જેમાં છૂટક છૂટક શે’રો.. અધકચરા …
  હું જેની સાથે હતો એ શિક્ષક મિત્રને ફક્ત એટલી ખબર કે કવિતા લખતો હશે.
  પણ આ કવિતા કંઈક અલગ હતી. મારે લંચબ્રેકનો સમય થઈ ગયો હતો પણ ભૂખની સંવેદના નહતી એટલે ઘેર જવાની ઉતાવળ નહતી. અંતિમ શે’રે ને ઘૂંટીને લખું એ પહેલા હું જ બરાબરનો ઘૂંટાઈ ચૂક્યો હતો … એટલી જ વારમાં મારો મોબાઈલ રણક્યો અને મેં જોયું તો મારા બાપુનો ફોન. એમણે જે સમાચાર આપ્યાં એ પછી મારા ચરણો નીચેથી ધરતી ખસી ગ ઈ હોય એમ થયું ..મારું મોઢું સૂકાઇ ગયુંં હતું ..મારાથી એક જ વર્ષ નાનો ભાઈ serious હતો અને એને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો અને એ અંતિમ શ્વાસો લેવાનો પ્રયત્ન પણ છોડી રહ્યો હતો. એણે સાસરી પક્ષમાં અપમાન બદલ વિષપાન કરી લીધું હતું. મારી ગઝલ પૂર્ણ થઈ ગઈ હતી . એ પછીના ૮૦ કલાકો પછી દાકતરોના જબરદસ્ત પ્રયત્નો નિષ્ફળ ગયા પછી મારા ભાઈએ કોમામાં જ પ્રાણ ત્યાગી દીધાં.
  ઉફ ….
  કડવાશ જેટલી હો હવે પી જવાય છે,
  બસ જિંદગી એવી રીતે જીવાય છે.
  આંખો ખૂલી ફરી તો સપાટી ઉપર હતો,
  હાથે કરી ને ક્યાં કદી ડૂબી જવાય છે.

  • ગમગીન ઘટના અને અંતરમનમાં ઉઠેલા આગોતરા સંવેદનો.. હ્રદયને સ્પર્શી ગયા,

   કોમેન્ટમાં નામ પોતાનું લખવું જેથી અન્ય વાચકોને ખ્યાલ આવે, અહી કોઈ ભાગ્યે જ જાણી શકે
   કે આ ગઝલકારની પોતાની કેફિયત છે

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s