શરમાતી વેદના

તારી આંખોની શરમાતી વેદના એટલે…
મીરાંની આંખોમાં વહેતું વિરહી ચોમાસું
રાધાના રુદયમાં રહેતો વસમો અધૂરો ઈન્તેજાર
વરસાદ પછીના ઉઘાડ માટે તરસતા પારેવાનો ફફડાટ
યુગોથી બંધ અંધારા ઓરડાનું સૂનું એકાંત
શિયાળાના પ્રથમ ઝાકળનું ભીનું એકલવાયું ખુમાર
પુનમની એકલી-અટૂલી-અપૂર્ણ રાતની એકલતા
ધીર-ગંભીર મહાસાગરનું ઘુઘવાટા કરતુ મૌન
હરક્ષણ જાને કંઇક ખોવાઈ રહ્યાનો અહેસાસ
હજારો ફરિયાદો ધરબીને બેઠેલો વડવાનલ
લાખો રહસ્યો ને સમાવીને સચવાયેલો મહેલ
કંઇક વર્ષોની અધૂરી અજુગતી કોઈ ઝંખના
પારાવાર પળેપળે પીડાતી જતી અસહાયતા
મારા રુદયમાં સચવાયેલી સંવેદનાસભર સલ્તનત
તારા રુદયમાં મારી, એક મારી જ અધુરપનો અનુભવ
હા, તારી આંખોની શરમાતી વેદના એટલે : હું.. મારું હોવાપણું..
જે હવે મારામાં જ નથી, ક્યાંય નથી !
બસ, એક તારી આંખોની…

વાઘેલા ભાગ્યશ્રીબા

Advertisements

8 thoughts on “શરમાતી વેદના

  1. એક મારી જ અધુરપનો અનુભવ
    હા, તારી આંખોની શરમાતી વેદના એટલે : હું.. મારું હોવાપણું..
    જે હવે મારામાં જ નથી, ક્યાંય નથી !
    વાહ….સુંદર

  2. તારી આંખોની શરમાતી વેદના એટલે : હું.. મારું હોવાપણું.. saras..

  3. ખૂબ ખૂબ કહી જતું અછાંદસ. સુંદર કલ્પનોથી શોભતું અછાંદસ. ગમી ગયું અછાંદસ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s