ઓટલો

આંખ સામે તરવરે છે ઓટલો
ઝીણું ઝીણું ઝરમરે છે ઓટલો

ધ્યાન દઈને સાંભળે, જો આ પવન
પાન સાથે મરમરે છે ઓટલો

આમ એકાએક શું ચાલ્યું ગયું?!
બાળપણને કરગરે છે ઓટલો!

અંતમાં ભાંગી પડી જે અંગ પર
એ ક્ષણોને ઉરધરે છે ઓટલો

આપણે તરસ્યા હતાં જે રાતભર
એ તરસને સંસ્મરે છે ઓટલો

– વિરલ ગોહેલ ‘વિશેષ’

Advertisements

6 thoughts on “ઓટલો

 1. વાહ
  આમ એકાએક શું ચાલ્યું ગયું?!
  બાળપણને કરગરે છે ઓટલો!

 2. NICE GAZAL
  આંખ સામે તરવરે છે ઓટલો
  ઝીણું ઝીણું ઝરમરે છે ઓટલો

 3. આમ એકાએક શું ચાલ્યું ગયું?!
  બાળપણને કરગરે છે ઓટલો!

  ‘ઓટલા’માં સજીવારોપણનો કલ્પનોમાં ઉપયોગ કરી ગઝલકારે ઓટ્લાસ્થિત વૃદ્ધ
  ઉમરની વેદના રજુ કરતો શેર મુક્યો તેથી ગઝલ આસ્વાદક બની.
  સરસ.

 4. વાહ મજાની ગઝલ દરેક શૅર ગમ્યા.

 5. દરેક શે’ર દમદાર થયા છે,

  ‘ઓટલા’ને પૂરેપૂરો વાપર્યો છે … આખી ગઝલ ગમી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s