દવા નથી

શ્વાસો મરે પળે પળે એની કશી દવા નથી ,
છેવટ પછી મરણ મળે એની કશી દવા નથી .

ફોગટ હવે તમે સદાય ફૂંક મારતા રહો ,
માણસ અગન વગર બળે એની કશી દવા નથી .

માટે જ કહું છું ચાલજો ચેતી જરાક ઘાસમાં ,
ઘાયલ થયા જો ઝાકળે , એની કશી દવા નથી .

મારા જ કારણે બને છે રોજ રોજ આમ તો ,
પગલાં દબાય પગ તળે એની કશી દવા નથી .

ટાણું અષાઢનું ફરે છે આજકાલ આંગણે ,
જો ડામ દીધો વાદળે એની કશી દવા નથી .

સૂકાય છે ગળું અને પીટાય ઢોલ ગામમાં ,
વેચાય છે તરસ જળે એની કશી દવા નથી .

વીતી ગયો સમય બધો કલ્પાંતમાં સવારનો ,
સમજાવ ,સાંજ તો ઢળે એની કશી દવા નથી .

– હેમંત ગોહિલ ‘મર્મર’

Advertisements

4 thoughts on “દવા નથી

 1. Nice radif
  Waah..
  ફોગટ હવે તમે સદાય ફૂંક મારતા રહો ,
  માણસ અગન વગર બળે એની કશી દવા નથી

 2. માટે જ કહું છું ચાલજો ચેતી જરાક ઘાસમાં ,
  ઘાયલ થયા જો ઝાકળે , એની કશી દવા નથી .

  મારા જ કારણે બને છે રોજ રોજ આમ તો ,
  પગલાં દબાય પગ તળે એની કશી દવા નથી …. વાહ કવિ

  મજાનાં કલ્પાનોની ગઝલ… !!

 3. નવતર રદ્દીફમાં મજાનાં કલ્પનોમાં નખશિખ મજાની ગઝલ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s