ખોટી છે

નજર સામે જુઓ છો તે ખરું, એ વાત ખોટી છે.
કહ્યું કોણે કશું ને કેમ, એ પંચાત ખોટી છે.

અગર બહાદૂર ખરા જો હો, જવાબો દો ખુમારીથી,
નમાલાને વિના કારણ લગાવો, લાત ખોટી છે.

નકામા વેડફે છે એ સમય, જ્યાં ત્યાં, બધે ખાલી,
કહે છે “જીંદગી લાંબી છે’, એ નિરાંત ખોટી છે.

હવાના એક ઝોંકે તૂટશે ડાળી વને ક્ષણમાં,
‘કરીશું કામ સૌ કાલે”, એ અટકળ સાત ખોટી છે.

કદી સૂરજને ઢાંકી દઈ પ્રસારે વાદળાં કાળાશ,
સવારે થાય જો અંધાર, તો એ રાત ખોટી છે.

ઘડ્યાં એણે બધા પૂતળાં જુદાં ને સાવ જ નોખાં,
બનાવ્યાં તેથી જુદા ઈશ?!! આ માણસ જાત ખોટી છે.

ન જાણે કોઈ અંદરથી કે શું ખૂંચે છે માણસને,
અરીસો સાચું દેખાડે બધું, એ વાત ખોટી છે.

– દેવિકા ધ્રુવ

Advertisements

6 thoughts on “ખોટી છે

 1. Nice gazal
  Waah
  ન જાણે કોઈ અંદરથી કે શું ખૂંચે છે માણસને,
  અરીસો સાચું દેખાડે બધું, એ વાત ખોટી છે.

 2. વાહ નખશિખ મજાની ગઝલના દરેક શૅર ગમ્યા

 3. દેવિકાબેન અભિનંદન! આવું જ સરસ લખતા રહો એવી શુભેચ્છા.
  સરસ ગઝ;લ છે.
  હવાના એક ઝોંકે તૂટશે ડાળી વને ક્ષણમાં,
  ‘કરીશું કામ સૌ કાલે”, એ અટકળ સાત ખોટી છે.

 4. નકામા વેડફે છે એ સમય, જયા ત્યાં, બધે ખાલી,
  કહે છે “જિંદગી લાંબી છે’, એ નિરાંત ખોટી છે.

  દરેક શેરમાં કોઈને કોઈ નોખી વાત છે જે જીવનમાં સમજવા જેવી છે.
  સરસ ગઝલ. અભિનંદન દેવિકાબેન.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s