ચર્ચા હતી

આંખમાં એ બાબતે ચર્ચા હતી ,
કોણ જીવ્યું હોય છે કોના વતી .

સૂર નાભિનો, હલક છે તીરવત ,
ગાય છે પદ આંગણે પીડા સતી .

તું ગઝલનો રાખ ધૂણો ; આવશે
શબ્દને ખખડાવતા જોગી -જતિ.

સ્વપ્ન કે શ્રીફળ વધેરે છોકરો
ગામને શું ? ગામ ગાતું આરતી .

પંડને સહદેવ હેમાળે ઘસે ,
જ્ઞાન સળગે છે હજી અંદર અતિ .

વ્હાલનો પ્રદેશ પૂરો થાય ને
એ પછી રણની શરૂ સરહદ થતી .

કામ આપી ફૂલ ગણવાનું અને
ક્યાં પછી સરકી ગયા છો ,હે રતિ ?

વાયરાને ક્યાંક બેડી હોય છે ,
ક્યાંક પથ્થર હોય છે કરતા ગતિ .

આંકવું સામર્થ્ય કે હલકાપણું ?
આભને લ્યો ઊંચકી કીડી જતી !

વેળ થઈ પ્હો ફાટવાની તે છતાં ,
વારતા મારી – તમારી ક્યાં પતી !

– હેમંત ગોહિલ ‘મર્મર’

Advertisements

7 thoughts on “ચર્ચા હતી

 1. સરસ…..
  વ્હાલનો પ્રદેશ પૂરો થાય ને
  એ પછી રણની શરૂ સરહદ થતી

 2. શબ્દને ખખડાવતા જોગી -જતિ…. vishesh bani ma kahevayel la-javab gazal…

 3. મત્લાથી મકતા સુધી નખશિખ સુંદર ગઝલ… !!

  દરેક શે’ર માણવા લાયક

 4. હમેશની જેમ કંઈક નવું.. ગઝલ વાંચવાની મઝા આવી. નીચેનો શેર ગમ્યો.

  આંકવું સામર્થય કે હલકાપણું.?
  આભને લ્યો ઊંચકી કીડી જતી !

  સમગ્રતા એક સુંદર ગઝલ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s