..ભૈલા

પાંદ વિનાની ડાળ છે ભૈલા.
કુદરતની આ ગાળ છે ભૈલા,

જે ભીતરથી લપસાવે છે,
આ કેવી શેવાળ છે ભૈલા.!?

શ્વાસના તાણાવાણા વણતી,
અદભૂત કેવી શાળ છે ભૈલા..!!

મનનું ધાર્યું કરવું નહીં લ્યા,
બુધ્ધિ પણ વાચાળ છે ભૈલા.

માંહ્યલો મારો સ્હેજ ના છટકે,
કોણે નાંખી જાળ છે ભૈલા.?

વારે વારે પ્રશ્નો પુછતો,
ખભ્ભે એક વૈતાળ છે ભૈલા.

ઉપર લાગે ‘આનંદ’ આનંદ,
અંદર સળગી ઝાળ છે ભૈલા.

– અશોક જાની ‘આનંદ’

Advertisements

7 thoughts on “..ભૈલા

  1. Waah! Khoob saras gazal.
    જે ભીતરથી લપસાવે છે,
    આ કેવી શેવાળ છે ભૈલા.!?
    Ye baat..!

  2. વાહ નવતર રદ્દીફમાં દરેક શૅર મજાના થયા છે.

  3. જે ભીતરથી લપસાવે છે,
    આ કેવી શેવાળ છે ભૈલા.!?

    કાફિયા અને રદીફ સરસ સચવાણા છે.

  4. જે ભીતરથી લપટાવે છે,
    આ કેવી શેવાળ છે ભૈલા!?
    મક્તા
    ઉપર લાગે ‘આનંદ’ આનંદ,
    અંદર સળગી ઝાળ છે ભૈલા.

    સરસ રચના.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s