નુસ્ખા શોધવા છે

તુંબડે તરવાના નુસ્ખા શોધવા છે,
લઇ ગઝલ શબ્દોના દરિયા ડ્હોળવા છે.

મીથ કેરી બહુ ચવાઈ કલ્પના લઇ,
એક સુકા ઠુંઠાનાં પર્ણો તોડવા છે.

વારસામાં દેવાળાના ખત મળ્યા છે,
બાળકો રૂપાના તોલે તોલવા છે.

પંડિતો થોથાં લખીને થોથવાયા,
ગામઠી ગ્રંથોને લઇ ફંફોસવા છે.

વાદળોની કોર પર ગર્જનની લીપી,
મૌનમાં એના શબદ બોલવા છે.

‘કીર્તિ’ની કુંચી નથી મળતી જગતને,
ઝગમગાટોનાં રહસ્યો ખોલવા છે.

– કીર્તિકાન્ત પુરોહિત

Advertisements

6 thoughts on “નુસ્ખા શોધવા છે

  1. Sara’s gazal..
    Waah
    પંડિતો થોથાં લખીને થોથવાયા,
    ગામઠી ગ્રંથોને લઇ ફંફોસવા છે.

  2. વાદળોની કોર પર ગર્જનની લીપી,
    મૌનમાં એના શબદ બોલવા છે… મજાની અભિવ્યક્તિ… !!

    સરસ ગઝલ…

  3. સરસ રચના.

    ‘કીર્તિ’ની કુંચી નથી મળતી જગતને,
    ઝગમગાટના રહસ્યો ખોલવા છે.

  4. ક્યા બાત
    દેવાળાના ખત મળ્યા છે,
    બાળકો રૂપાના તોલે તોલવા છે.

    વાહ આખી ગઝલ મજાની

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s