મારા તરફ

એ રીતે જોઈ રહ્યો મારા તરફ,
કોઈ જોતું જેમ કેમેરા તરફ.

માન મોભાની જો છત થથરી ગઈ,
તો મુક્યો વિશ્વાસ મેં પાયા તરફ.

એ નદીના આંસુનું વર્ણન પુછે,
ધ્યાન મારું જાય પરપોટા તરફ.

તું તો મુંગો થઈ ગયો પથ્થર બની,
કંઈ રીતે જોવું હવે તારા તરફ?

કોઈએ પુછ્યું બગીચો ક્યાં હશે?
હાથ ચીંધ્યો તારા ઈલાકા તરફ.

– રવિ દવે ‘પ્રત્યક્ષ’

Advertisements

6 thoughts on “મારા તરફ

  1. Waah!
    કોઈએ પુછ્યું બગીચો ક્યાં હશે?
    હાથ ચીંધ્યો તારા ઈલાકા તરફ.

  2. તારા ઈલાકા તરફ.
    વાહ
    સરસ ગઝલ

  3. એ નદીના આંસુનું વર્ણન પુછે,
    ધ્યાન મારું જાય પરપોટા તરફ……. વાહ કવિ !!

    આખી ગઝલ નખશિખ સુંદર થઈ છે

  4. અથથી ઈતિ સુધી સુંદર ગઝલ. દરેક શેર અર્થપૂર્ણ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s