નિરર્થક

શર છે અહીં નિરર્થક , સંધાન પણ નિરર્થક,
છે લક્ષ્ય પણ નિરર્થક ને ધ્યાન પણ નિરર્થક.

પહોંચાડતું જે નિદ્રાથી સ્વપ્નની સ્થિતિમાં,
સમથળ સમાધિ જેવું એ ભાન પણ નિરર્થક.

જે રંધ્રમાં પ્રવેશી નીકળે છે રંધ્રમાંથી,
એ શબ્દ સાવ મિથ્યા એ કાન પણ નિરર્થક.

ઉત્પત્તિ ને સ્થિતિમાં લય ક્યાંક છે છુપાયો,
આદિ ય વ્યર્થ છે ને અવસાન પણ નિરર્થક.

પ્રગટે ન કોઇ ઠોકરમાંથી નવી દિશા તો,
અવરોધતું ગતિ એ વ્યવધાન પણ નિરર્થક.

– બાબુલાલ ચાવડા ‘આતુર’

Advertisements

3 thoughts on “નિરર્થક

  1. Waah !
    saras sher..
    અવરોધતું ગતિ એ વ્યવધાન પણ નિરર્થક.

  2. આધ્યાત્મિક ચિંતનથી સજ્જ એક અતિસુંદર ગઝલ. શરૂઆતથી અંત સુધીના બધા જ શેર ઉમદા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s